9 જૂને T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાવાની છે.

બંને ટિમો વચ્ચેની આ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે.

ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. તમને જણાવી દઈએ કે આ મેચની તમામ ટિકિટો પણ વેચાઈ ગઈ છે.

અને પાર્કિંગ ફી પણ આસમાને પહોંચી છે. વાસ્તવમાં, આ મેચની પાર્કિંગ ફી 1200 ડોલર (અંદાજે 1 લાખ રૂપિયા) છે.

ટિમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ ભારત-આયરલેન્ડ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન આ માહિતી આપી હતી.

ICC અનુસાર પ્રથમ તબક્કામાં ટિકિટના વેચાણ દરમિયાન, ટિકિટની સૌથી ઓછી કિંમત 497 રૂપિયાની આસપાસ હતી. જ્યારે મહત્તમ કિંમત રુ. 33,148 (ટેક્સ વિના) રાખવામાં આવી હતી. જો કે હવે ટિકિટના ભાવ આસમાને પહોંચી ગઈ છે.

નબળા રાજકીય અને રાજદ્વારી સંબંધોને કારણે 2012 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.

બંને ટિમો માત્ર એશિયા કપ અથવા ICC ટુર્નામેન્ટમાં જ ભાગ લે છે. ક્રિકેટ વર્લ્ડકપ 2023માં પણ બંને વચ્ચે મેચ રમાઈ હતી.