ભાગ્યે જ કોઈ હશે જેને કેરી ન ભાવતી હોય. ભારતમાં કેરીને ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે.

તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને મજબૂત બનાવે છે.

હાલ તો કેરીઓ પણ બજારમાં આવવા લાગી છે.

જો કે, શું તમે જાણો છો કે કેરી ખાવાની સૌથી સારી રીત કઇ છે?

નિષ્ણાતોના મતે કેરીને ખાવાના એક કલાક પહેલા પાણીમાં પલાળીને રાખો. આમ કરવાથી કેરીની ફાયટીક એસિડ ઓછી થાય છે.

ફાયટીક એસિડ એક પોષક વિરોધી  છે જે શરીરને કેરીમાં રહેલા ખનીજોને શોષતા અટકાવે છે.

આવી સ્થિતિમાં કેરીમાં હાજર આયર્ન, ઝિંક અને કેલ્શિયમ આઓના શરીરમાં યોગ્ય રીતે પહોંચતું નથી.

આમ તો કેરીને 1 કલાક પલાળીને રાખવી જોઈએ. પરંતુ, જો સમય ઓછો હોય તો 25 થી 30 મિનિટ માટે તેને પલાળવી પૂરતું હોય છે.

પલાળેલી કેરીનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ, માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડાની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ ફાયટીક એસિડમાં ઘટાડો થવાથી શરીરને સારા મિનરલ્સ મળશે અને શરીર મજબૂત બનશે.

વાસ્તવમાં, કેરી તેની મીઠાશ અને ઠંડકના ગુણો માટે જાણીતી છે. આવી સ્થિતિમાં કેરીને પલાળીને રાખવાથી આ ગુણોમાં વધારો થાય છે.