દરેક ભારતીય રસોડામાં સવાર અને સાંજની ચા તૈયાર કરવામાં આવે છે.

ઘણા લોકોની સવાર તો ચા વિના જાણે અધુરી  હોય છે.

તેનું સેવન કરનારાઓને કબજિયાત કે એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો કે, તમે ચા અને કોફી છોડ્યા વિના આ એસિડિટીની સમસ્યાથી બચી શકો છો.

તો ચાલો જાણીએ કે આ વિષય પર ડાયટિશિયન શું માને છે......

ચા પીતા પહેલા હંમેશા એક ગ્લાસ પાણી પીવું જોઈએ.

કારણ કે જો તમે પાણી પીઓ છો, તો તે ચાના pH લેવલને કન્ટ્રોલ કરે છે.

વાસ્તવમાં, ચાના pH લેવલ 6 હોય છે, જ્યારે કોફીનું pH લેવલ 5 હોય છે.

તેથી જ પહેલા પાણી પીવાથી તમને એસિડિટીની સમસ્યા નથી થતી.