આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટથી થઇ ગઇ છે. આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શરુ થઈને સોમવારે જ સમાપ્ત થશે.

આ દરમિયાન તમે જળાભિષેક, રુદ્રાભિષેક સહિત ઘણા કર્યો કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકો છો. જોકે, શ્રાવણ મહિનામાં ખાસ કરીને ખાણીપીણી પર ધ્યાન આપવાનું રહે છે.

શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ નિયમો પાડવાના હોય છે. પુરાણોમાં આ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

સાથે જ પુરાણોમાં શ્રાવણ મહિના દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ખાસ કરીને શ્રાવણ મહિનામાં માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં કઢી ખાવાની પણ મનાઈ હોય છે.

શ્રાવણ મહિનામાં કઢી એટલા માટે ન ખાવી જોઈએ, કારણ કે આ મહિને ભગવાન શિવને દૂધ અને દહીં અર્પણ કરવામાં આવે છે.

જેથી કાચું દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું વર્જિત હોય છે. આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ છે.