ફાટી ગયેલી એડીના ઘરગથ્થુ ઉપચાર..
શિયાળામાં ઠંડીને કારણે હીલ્સ ફાટી જાય છે, જે ખૂબ પીડાદાયક હોય છે.
જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાયો અજમાવીને તમે તમારી હીલ્સને મુલાયમ બનાવી શકો છો.
આ સમસ્યાથી રાહત મેળવવા માટે એક વાસણમાં હૂંફાળું પાણી અને મીઠું નાખીને હીલ્સને 15 થી 20 મિનિટે સુધી પલાળી રાખો.
મધ અને લીબુંનો રસ સારી રીતે મિક્સ કરો અને તેને 15 થી 20 મિનિટ સુધી હીલ્સ પર લગાવી રાખો ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો .
દરરોજ રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલથી તિરાડની હીલ્સની માલિશ કરવાથી આરામ મળે છે.
રાત્રે સૂતા પહેલા તમારી હીલ્સ પર બદામના તેલથી સારી રીતે માલિશ કરો અને પછી કોટનના મોજાં પહેરીને સૂઈ જાઓ.
છૂંદેલા કેળાને મધ સાથે મિક્સ કરીને પેસ્ય બનાવો. પછી તેને 20 થી 30 મિનિટ સુધી તિરાડ પડી ગયેલી એડી પર લગાવો અને પછી ગરમ પાણીથી ધોઈ દો.