ગોવામાં 'I Love You' કેવી રીતે કહેવાય છે? સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે!
ભારત અલગ-અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓ માટે જાણીતો દેશ છે. દરેક રાજ્યની પ્રેમ વ્યક્ત કરવાની પોતાની એક અલગ અને મીઠી બોલી હોય છે.
ગોવાના સુંદર બીચ અને વાતાવરણ તો આખી દુનિયામાં ફેમસ છે, પણ શું તમને ખબર છે કે ત્યાંના સ્થાનિક લોકો કઈ ભાષા બોલે છે?
ગોવામાં લોકો મુખ્યત્વે 'કોંકણી' ભાષામાં વાતચીત કરે છે અને પોતાના પ્રેમનો એકરાર પણ આ જ દેશી ભાષામાં કરે છે.
ગોવામાં જ્યારે કપલ્સ એકબીજાને 'આઈ લવ યુ' કહે છે, ત્યારે તેઓ 'હાંવ તુજેર મોગ કરતા' બોલે છે.
જો તમે પણ તમારા પાર્ટનરને કંઈક નવી અને રોમેન્ટિક રીતે સરપ્રાઈઝ આપવા માંગતા હોવ, તો આ વખતે અંગ્રેજીને બદલે ગોવાની સ્ટાઈલમાં 'હાંવ તુજેર મોગ કરતા' કહીને જુઓ! તમારા પાર્ટનરના ચહેરા પર ચોક્કસ સ્માઈલ આવી જશે.