આજકાલ બાળકો અને યુવાનો ફ્રેન્ચ ફ્રાઇસ ખૂબ જ આનંદથી ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાથી માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

પ્રોસીડિંગસ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાથી શરીરમાં એક્રોલામાઇડ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે, જે સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ અભ્યાસ મુજબ બાફેલા બટેટા કરતાં તળેલા બટેટા માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે.

જ્યારે ફ્રેંચ ફ્રાઇસને ઊંચા તાપમાને રાંધવામાં આવે છે ત્યારે એક્રેલામાઇડ નામનું કેમિકલ નીકળે છે, જેના કારણે મગજમાં સોજો આવે છે.

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે એક્રોલામાઇડમાં સેન્ટ્રલ અને પેરીફેરલ નર્વસ સિસ્ટમમાં ન્યુરોડિજનરેશન અને ન્યુરોટ્રાન્સમિશન સંબંધિત સમસ્યાઓ વધારવાના ગુણ હોય છે, જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનના શિકાર બને છે.