ઉનાળામાં મીઠું અને લાલ તરબૂચ કેવી રીતે ઓળખવું? જાણો આ ખાસ ટિપ્સ.
તરબૂચ પર પીળા રંગનો ડાઘ હોય તે સૌથી વધુ મીઠું હોય છે.
જો ડાઘ સફેદ હોય તો સમજવું કે તે કાચું છે અને પૂરેપૂરું પાક્યું નથી.
તરબૂચને હાથથી વગાડી જુઓ, જો તે પોલું લાગે તો તે પાકેલું અને રસદાર છે.
તરબૂચ જેટલું વજનમાં ભારે લાગે તેટલું જ તે વધુ મીઠું અને પાણીથી ભરપૂર હોય છે.
ચમકતા તરબૂચ કરતાં જેનો રંગ થોડો ડાર્ક અને મેટ હોય તે વધુ મીઠું હોય છે.
ગોળાકાર તરબૂચ વધુ મીઠાં હોય છે, જ્યારે લાંબા તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
તરબૂચ પરની બ્રાઉન લાઈન્સ કે જાળી જેવા નિશાન તેના વધુ ગળ્યા હોવાની નિશાની છે.
કુદરતી રીતે પાકેલા તરબૂચની ઉપરની દાંડી સૂકાયેલી હોય છે.