ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સુરક્ષિત રાખવાની કેવી રીતે રાખશો?
તમારા એકાઉન્ટમાં 'ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન' ફીચર હંમેશા ચાલુ રાખો.
અજાણ્યા નંબર કે આઈડી પરથી આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો.
તમારો પાસવર્ડ મજબૂત રાખો, જેમાં અક્ષરો, નંબર અને સ્પેશિયલ કેરેક્ટરનો સમાવેશ હોય.
ઇન્સ્ટાગ્રામ ક્યારેય ડાયરેક્ટ મેસેજ (DM) દ્વારા તમારી અંગત માહિતી કે પાસવર્ડ માંગતું નથી.
લોગિન એક્ટિવિટી ચેક કરતા રહો જેથી ખબર પડે કે તમારું એકાઉન્ટ ક્યાં ક્યાં લોગિન છે.
કોઈપણ અજાણી થર્ડ-પાર્ટી એપ્લિકેશનને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું એક્સેસ આપવાનું ટાળો.
તમારા ઇમેઇલ અને ફોન નંબરને હંમેશા અપડેટ રાખો જેથી રિકવરીમાં સરળતા રહે.
જો કોઈ તમારી પાસે પૈસાની માંગણી કરે, તો પ્રોફાઇલની ચકાસણી કર્યા વગર વિશ્વાસ ન કરો.