ખરાબ લાઈફસ્ટાઇલના કારણે સ્થૂળતાની સમસ્યા બની ગઈ છે.

તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. તો ચાલો જાણીએ તુલસી, મધ અને આદુથી બનેલા એક આવો ડ્રીંક વિશે જેના સેવનથી થોડા મહિનામાં જ પેટ અંદર થઈ જશે.

તુલસીમાં યુજેનોલ નામનું આવશ્યક ઓઇલ હોય છે, જે પાચનતંત્રને સારું રાખે છે. તેનાથી હાડકાંના દુખાવામાં પણ રાહત મળે છે.

સાથે જ આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે. તે પાચન પ્રક્રિયાને પણ યોગ્ય રાખે છે અને વધારાની ફેટને શરીરમાંથી બહાર કાઢે છે.

આદુ અને તુલસીનું બનેલું આ ખાસ ડ્રીંક બનાવવા માટે 5 થી 6 ફ્રેશ તુલસીના પત્તા અને આદુનો ટુકડો લો.

એક વાસણમાં પાણી લો, તેમાં તુલસી અને આદુ નાખીને પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળી લો.

ઉકળ્યા પછી પાણીને ગાળીને ગ્લાસમાં કાઢી લો. સ્વાદ માટે તેમાં હની ઉમેરો. હવે આ ડ્રીંક ધીમે-ધીમે પીવો.

તમને જણાવી દઈએ કે આ ડ્રીંક સવારે પીવું વધુ ફાયદાકારક રહેશે. તમે જોશો કે દરરોજ તેનું સેવન કરવાથી એક મહીનાની અંદર તમને અસર દેખાવા લાગશે.