સોનું ખરીદવું હોય તો આ રાજ્યમાં જાઓ, મળશે સૌથી સસ્તું! જાણો ક્યાં છે સૌથી મોંઘું?
સોનું તો આપણે બધા ખરીદીએ છીએ, પણ શું તમે જાણો છો કે ભારતમાં એક રાજ્ય એવું છે જ્યાં સોનું સૌથી સસ્તું મળે છે, જ્યારે અમુક જગ્યાએ તે મોંઘું છે?
સોનાના ભાવમાં તફાવતનું મુખ્ય કારણ દરેક રાજ્યમાં લાગતા અલગ-અલગ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે.
રિપોર્ટ મુજબ, કેરળમાં સોનું સૌથી સસ્તું મળે છે. અહીં સોનાનો વેપાર ખૂબ મોટા પાયે થાય છે અને સ્પર્ધા વધુ હોવાથી ભાવ ઓછા રહે છે. મલબાર પ્રદેશ ગોલ્ડ ટ્રેડિંગનું હબ ગણાય છે.
સામાન્ય રીતે ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સોનાના ભાવ દક્ષિણ ભારત કરતા થોડા વધારે જોવા મળે છે.
ઘણીવાર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સ્થાનિક ટેક્સને કારણે ભાવમાં વધઘટ જોવા મળે છે.
કર્ણાટકમાં પણ સોનાના ભાવ કેરળની સરખામણીએ થોડા વધારે હોય છે. જ્યારે મુંબઈ (મહારાષ્ટ્ર) માં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રમાણે બદલાતા રહે છે.
જો તમે મોટા પાયે સોનાની ખરીદી કરવાનું વિચારતા હો, તો કેરળ જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.