આજના ડિજીટલ જમાનામાં માતાપિતાએ બાળકોને સ્ક્રીનથી સાચવવા મુશ્કેલ થઈ ગયા છે. રીલ્સ, શોર્ટ્સ કેટલી હદે નુકસાન કરે છે તેનાથી સાવચેત થવું જોઈએ.

નાના બાળકો આજકાલ રીલ્સ, ટૂંકા વીડિયો જોતા થઈ ગયા છે, જેનાથી તેમના મન અને હૃદયને અસર કરે છે.

જો તમારું બાળક 6 વર્ષથી નાનું છે અને તે રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ જોઈ રહ્યું છે, તો તેને તરત જ રોકો. 

સંશોધનો મુજબ 6 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો જો રીલ્સ અથવા શોર્ટ્સ જુએ તો લાંબાગાળે મગજ પર ખરાબ અસર પડે છે. 

રીલ્સ કે શોર્ટ્સ જોવાથી બાળકો હાયપરએક્ટિવ બને છે. બાળકનું ધ્યાન ઘટી જાય છે અને તેને ઊંઘમાં તકલીફ થાય છે.

બાળકો જો સ્ક્રીનથી દૂર ન થાય તો એવા રસ્તા કાઢો જેથી બાળકનો વિકાસ થાય.

બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કરો, દિવસના દરેક કામ માટે એક રૂટિન બનાવો.

ધ્યાન રાખો કે જો બાળક બે વર્ષથી નાનું હોય તો તેણે સ્ક્રીનથી દૂર રાખવું જોઈએ. 

પીટર રેબિટ, ક્યુરિયસ જ્યોર્જ, બ્લુય, માર્ક્રોબર અને પ્લેનેટ અર્થ જેવા શો બાળકોને મનોરંજન સાથે ઘણું શીખવે છે.