આપણે ભોજન વડે શરીરને શું આપીએ છીએ તેના પર આપણા સ્વાસ્થ્યનો આધાર હોય છે.  જો તમે હેલ્ધી ડાયટ લેતા હશો તો તેનાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.

તેથી જ જો નિરોગી રહેવું હોય તો ઘરનું ભોજન જમવું અને હેલ્ધી ડાયટ ફોલો કરવી. ખાસ તો શરીરના કેટલાક અંગ એવા છે જે ખૂબ નાજૂક હોય છે જેમકે આંખ.

શરીરના અન્ય અંગોની જેમ આંખને પણ પોષકતત્વોની જરૂર પડે છે. પરંતુ મોટાભાગના લોકો આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી પરિણામે તેમની દ્રષ્ટિ નબળી પડી જાય છે.

જો તમને પણ ચશ્મા પહેરવા પડે છે અને નંબર સતત વધી રહ્યા છે તો ડાયટમાં આ વિટામિન્સને સામેલ કરો જેથી ચશ્મા પહેરવાની જરૂર જ ન પડે અને આંખની દ્રષ્ટી સુધરે.....

Vitamin A

આંખ માટે વિટામિન Aથી ભરપુર ગાજર, અખરોટ, શક્કરીયા જેવી વસ્તુઓનું સેવન કરવું.

Vitamin C

નિયમિત રીતે વિટામિન C યુક્ત ટામેટા, પીચ, સ્ટ્રોબેરી સહિતના ફળનો સમાવેશ ડાયટમાં કરવો.

Vitamin E

સૂર્યમુખીના ફૂલ, એવોકાડો, બદામ જેવી વિટામિન Eથી ભરપુર વસ્તુઓ ખાવાથી આંખ સ્વસ્થ રહે છે.

બીન્સ અને ઝિંક

આંખના રેટીનાને હેલ્ધી રાખવા માટે રાજમા અને ઓયસ્ટર જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે.

લીલા શાકભાજી

લ્યૂટિન અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર વસ્તુઓ આંખ માટે ગુણકારી ગણાય છે. લીલા પાનવાળા શાકભાજીમાં આ વસ્તુઓ ભરપુર માત્રામાં હોય છે.