ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નમન ધીરે ભારત માટે ODI ડેબ્યૂ કર્યું છે.
ગ્રીવ્સની શાનદાર સદી વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું.
વેસ્ટ ઈન્ડિઝનો 294 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 294 રન બનાવ્યા. અમીર જંગૂએ પણ 58 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી.
ભારત સામે 295 રનનો ટાર્ગેટ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે જીત માટે 295 રનનો ટાર્ગેટ આપ્યો છે. હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલની બેટિંગ પર નજર રહેશે.