વિશ્વની પ્રખ્યાત સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક મિસ વર્લ્ડ વિશે ઘણા રસપ્રદ તથ્યો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

મિસ વર્લ્ડની શરૂઆતનું કારણ બિકની બની હતી

મિસ વર્લ્ડની શરૂઆતની વાર્તા ઘણી રસપ્રદ છે. તેની શરૂઆત બિકની અને સ્વિમસૂટના કારણે થઈ હતી.

બિકની ઉત્સવ ઉજવાયો

તે સમયે બિકની પહેરવાને સમાજમાં સ્વીકારવામાં આવતો ન હતો. લોકોમાં બિકીનીને લોકપ્રિય બનાવવા માટે બ્રિટનમાં 1951માં બિકિની ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મીડિયાએ તેને મિસ વર્લ્ડનો ખિતાબ આપ્યો

મીડિયા દ્વારા આ સ્પર્ધાને 'મિસ વર્લ્ડ' નામ આપવામાં આવ્યું હતું.

સ્વીડનની મહિલા પ્રથમ મિસ વર્લ્ડ બની

પ્રથમ મિસ વર્લ્ડ સ્વીડનની 22 વર્ષની કર્સ્ટિન માર્ગરેથા હકન્સન 'કિકી' હતી

બિકીનીનો વિરોધ કર્યો

પ્રથમ મિસ વર્લ્ડ બિકીનીમાં તાજ પહેરે તે લોકોને પસંદ નહોતું અને તેની સામે ઘણો વિરોધ પણ થયો હતો. બાદમાં, સ્વિમસૂટ સ્પર્ધાઓ થવા લાગી.

1976માં ગાઉન્સે સ્વિમસૂટનું સ્થાન લીધું

ગાઉન્સે 1976માં પ્રથમ વખત સ્વિમસ્યુટનું સ્થાન લીધું. 2013માં, તમામ સ્પર્ધકોએ સ્વિમસૂટ પહેરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.