IPLની 17મી સિઝનમાં જ્યાં કેટલાક ખેલાડીઓ ડેવ્યુ કરવા ઉત્સુક છે. તો વળી કેટલાક ખેલાડીઓ સિઝન પહેલા જ બહાર થઈ ગયા છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ બહાર થનાર આ નામ GTના ખેલાડીનું છેજેના કારણે કેપ્ટન શુભમન ગિલનું ટેંશન એકા-એક વધી ગયું છે.

આ પહેલા મોહમ્મદ શમી આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. તે પછી મેથ્યુ વેડે પણ શરૂઆતની કેટલીક મેચમાંથી તેનું નામ પાછું ખેંચી લીધું હતું.

અને હવે વળી પાછું આ યાદીમાં અન્ય એક ખેલાડીનું નામ જોડાયું છે, જે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો.

તમને જણાવી દઈએ કે IPLમાં પહેલીવાર આદિવાસી ક્રિકેટર રોબિન મિન્ઝના ખરીદવામાં આવ્યો હતો. ગુજરાત ટાઈટન્સ દ્વારા તેને 3.60 કરોડમાં પોતાની સાથે લીધો હતો.

દુર્ભાગ્યવશ થોડાક દિવસો પહેલા જ રોબિન મિન્ઝનો અકસ્માત થયો.આ એક્સિડેન્ટ પછી રોબિન હવે IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.