ઉફ્ફ! અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ એટલા બધા બિકીની ફોટા પોસ્ટ કર્યા કે ચાહકો તેની સ્ટાઇલ જોઈને દંગ રહી ગયા.

જોકે, ચાહકોનું કહેવું છે કે, અનન્યા 'ખો ગયે હમ કહાં'ના 'અહાના' મોડમાં આવી ગઈ છે. અભિનેત્રી તેના Ex બોયફ્રેન્ડને જણાવવા માટે સોશિયલ મીડિયા પર બિકીની ફોટા પોસ્ટ કર્યા છે.

અને અનન્યાના લેટેસ્ટ ફોટોઝ પરથી પણ કંઈક આવું લાગી રહ્યું છે. અભિનેત્રીએ પોસ્ટ કરેલા બિકીની ફોટા વેકેશનના છે ત્યારે તે આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી.

તે હવે આ ફોટા પોસ્ટ કરી રહી છે. હાલમાં જ ન્યૂઝ આવ્યા હતા કે અનન્યાએ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. બંને હવે અલગ થઈ ગયા છે.

હવે યુઝર્સનું માનવું છે કે અનન્યા બ્રેકઅપના દર્દમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે અને આ જૂની તસવીરો પોસ્ટ કરી રહી છે.

અનન્યાએ ફોટા પોસ્ટ કર્યા અને કેપ્શનમાં લખ્યું- 'તે ફોટા જે મારા કેમેરા રોલમાં ભૂલી ગયા હતા.' આ કેપ્શન સાથે એક ઉદાસી ઇમોજી પણ આપ્યું હતું.

અનન્યાના આ ફોટા પર તેની માતાએ રીએક્ટ કરી અને હાર્ટ ઇમોજી શેર કર્યું છે. જ્યારે શનાયા કપૂરે રહસ્યમય લૂક આપ્યો હતો.

પરંતુ ચાહકો તેને કોમેન્ટ્સમાં, બદલાની રમત બંધ કરવાની સલાહ આપી છે. ઢોંગ કરવાથી કઈં થશે નહીં, આદિત્યને ભૂલી જાવ.

જોકે, અનન્યા અને આદિત્યએ ક્યારેય તેમના રિલેશનશિપને ઑફિશ્યલ જાહેર કર્યો નથી, પરંતુ વિદેશમાં તેમના વેકેશનની તસવીરો ઘણીવાર લીક થઇ હતી.

અનન્યા-આદિત્યએ કોફી વિથ કરણ ચેટ શોમાં પણ તેમના રિલેશનશિપના સવાલોને નકારી ન હતી. બન્ને શરમાતા જોવા મળ્યા અને જવાબ આપવાનું ટાળ્યું.

અનન્યા-આદિત્યએ એકસાથે ઘંજ Ads પણ શૂટ કરી છે. તેમની જોડી ચાહકોની પસંદ હતી, પરંતુ હવે આ કપલ જ કહી શકે છે કે અસલી વાત શું છે, એટલે તે રિલેશનશિપમાં છે કે બ્રેકઅપ થઈ ગયું છે.