હાનિયા-બાદશાહના ફોટો

રેપર બાદશાહ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમના ગીતો વિશે નહીં, પરંતુ તેમના અંગત જીવન વિશે છે.

રિપોર્ટ્સનું માનીએ તો બાદશાહ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને ડેટ કરી રહ્યો છે. હાલમાં જ બંનેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે બંને દુબઈમાં છે. રોમેન્ટિક વેકેશનનો આનંદ લઈ રહ્યા છે. બાદશાહ હાનિયા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ત્યાં પેહોંચી ગયો છે.

હાનિયાએ શેર કરેલી તસ્વીરોમાં કેપ્શનમાં લખ્યું છે- 'મારો મિત્ર ચંદીગઢથી મને બચાવવા આવ્યો છે.'

પહેલા ફોટોમાં બંને ખૂબ જ ફની અંદાજમાં જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી અને ત્રીજી તસ્વીર ફૂડની છે.

જ્યાં હાનિયા પણ રસ્તાના કિનારે બેસીને કોફી પીતી જોવા મળે છે. બાદશાહ તેમને કેમેરામાં કેદ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે બાદશાહ આ પહેલા પણ ઘણી વખત હાનિયા સાથે સ્પોટ થઈ ચૂક્યો છે. આ પછી, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને રિલેશનશિપમાં છે.