શું તમારૂ કૂલર ગરમીમાં ઠંડી હવા નથી આપતું? અપનાવો આ સરળ ટ્રિક્સ.
કૂલરના પાણીમાં બરફના મોટા ટુકડા ઉમેરવાથી હવા તરત જ ઠંડી થવા લાગશે.
કૂલરને હંમેશા બારી કે દરવાજા પાસે રાખો જેથી તેને બહારની તાજી હવા મળી રહે.
કૂલરની આસપાસ વેન્ટિલેશન સારું હશે તો જ તે એસી જેવી ઠંડક આપી શકશે.
કૂલરના પંપ અને પાઇપને નિયમિત સાફ કરો જેથી પાણીનું પરિભ્રમણ બરાબર થાય.
કૂલરના ઘાસ અથવા હનીકોમ્બ પેડ્સ જૂના થઈ ગયા હોય તો તેને તરત જ બદલો.
પાણીની ટાંકીમાં થોડું ખસનું અત્તર ઉમેરવાથી રૂમમાં ઠંડકની સાથે સુગંધ પણ ફેલાશે.
બપોરના સમયે કૂલર ચલાવતા પહેલા તેની જાળીઓને પાણીથી ભીની કરી લેવી જોઈએ.
આ નાના ફેરફારો કરવાથી તમારું સાધારણ કૂલર પણ રૂમને એસી જેવો ઠંડો કરી દેશે.