જ્યોતિષમાં દેવગુરુ ગુરુનું ખૂબ જ મહત્વ છે. જ્યારે પણ દેવગુરુ સંક્રમણ કરે છે ત્યારે તેની તમામ રાશિઓ પર શુભ પ્રભાવ પડે છે.

પરંતુ, જ્યારે પણ દેવગુરુ 'ગુરુ' અસ્ત થાય છે, ત્યારે તમામ શુભ કાર્યો બંધ કરી દેવામાં આવે છે અને રાશિયક્ર પર પણ વિપરીત અસર પડે છે.

વાસ્તવમાં, 3 મેના રોજ, ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને 2 જૂન સુધી વૃષભમાં રહેશે.

ગુરુના પ્રવેશ થવાને કારણે કેટલીક રાશિવાળાઓએ આગામી 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે......

વૃષભ રાશિ

ગુરુ વૃષભ રાશિમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે. પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. નોકરીમાં પણ મુશ્કેલી આવી શકે છે. ખર્ચ પણ વધી શકે છે સાથે જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

મિથુન રાશિ

દેવગુરુ ગુરુના પ્રવેશ થવાને કારણે મિથુન રાશિના જાતકોને તેમની નવી નોકરીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું. વેપારમાં નુકસાન થઈ શકે છે અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

સિંહ રાશિ

દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશ થવાને કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય વર્તનને કારણે વિવાદ થઈ શકે છે

વૃશ્ચિક રાશિ

દેવગુરુ ગુરુના પ્રવેશ થવાને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં પડકારજનક સમસ્યાઓનો સામનો કરવો પડશે. શત્રુઓથી સાવધાન રહેવું પડશે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે દેવગુરુ ગુરુનું પ્રવેશ થવું પણ અશુભ માનવામાં આવે છે. વેપારમાં લાભ નહીં મળે. વિવાહિત જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે અને રોકાણમાં સાવધાની રાખો.