કપૂર પરિવારે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા, હાથ જોડી આમંત્રણ પાઠવ્યું

દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ, કપૂર પરિવારે દિલ્લીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

14મી ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. 

આ અવસર પર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ પહેલા આખો પરિવાર દિલ્હી પહોંચી ગયો, તસવીર શેર કરવામાં આવી છે 

કરીના કપૂર ખાને તેના સંતાનો માટે ઓટોગ્રાફ માંગ્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીજીએ તેમની ઈચ્છા પૂરી કરી. તેમને જેહ અને તૈમુરના નામથી પેપર પર સહી કરતા જોવા મળ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે પહોંચ્યો હતો. જ્યાં તેઓ પીએમ સાથે હાથ જોડીને જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ લાલ સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. 

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા તેના પતિ સાથે ત્યાં હાજર હતી. પીએમ મોદીજીએ તેમને આશીર્વાદ આપ્યા. રિદ્ધિમાએ કેપ્શનમાં લખ્યું- મળવાની ઈચ્છા પૂરી થઈ.

સૈફ અલી ખાન પીએમ મોદી સાથે ખાસ વાતચીત કરતા જોવા મળે છે. આખો પરિવાર ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક તસવીરો શેર કરી રહ્યો છે.