કેદારનાથમાં શ્રદ્ધા અને કુદરતી સૌંદર્યનો અદ્ભૂત સમન્વય જોવા મળે છે. અહીંના યાત્રા દરેક માટે ખાસ અનુભવ છે.

તો જો તમે પહેલી વાર અહીં જઈ રહ્યા છો તો થોડી તૈયારી અને સાવચેતી તમારી સફરને વધુ સારી બનાવી શકે છે.

આ ટિપ્સ જે તમારી મિસફરીને સુખદ અને સુરક્ષિત બનાવશે....

કેદારનાથનું હવામાન ખૂબ જ ઝડપથી બદલાય છે. તેથી જ, ત્યાં જતા પહેલા ચોક્કસપણે એક વાર હવામાનની માહિતી તપાસો.

જેથી તમને ત્યાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તમારી મુસાફરી આરામદાયક અને સુખદ હોય.

કેદારનાથ જતી વખતે, તમારી સાથે જેકેટ, મફલર, કેપ અને મોજ જેવા ગરમ કપડાં ભૂલ્યા વગર પેક કરજો.

આ ઉપરાંત, વરસાદથી પોતાને બચાવવા માટે રેઇનકોટ અથવા છત્રી સાથે રાખવાનું ભૂલશો નહીં. આ તમારા પ્રવાસને સરળ અને સુખદ બનાવશે.

કેક્ષરનાથ ખૂબ જ ઊંચાઈ પર છે જ્યાં હવા પાતળી હોય છે અને ઓક્સિજન ઓછો છે.

તો જો તમને ઊંચાઈ પર જવામાં તકલીફ થતી હોય તો મુસાફરી કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.

જ્યારે તમે કેદારનાથ જાઓ છો, ત્યારે તમારી સાથે આ બધી મહત્વપુર્ણ વસ્તુઓ લેવાનું ભૂલશો નહીં.