વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે, તે IPLમાં ઓપનર તરીકે કોઈપણ એક ફ્રેંચાઈઝી માટે 4000 રન બનાવનાર  એકમાત્ર ક્રિકેટર બની ગયો છે.

કોહલી IPLમાં શિખર ધવન (6,362), ક્રિસ ગેલ (4,480) અને ડેવિડ વોર્નર (5, 909) બાદ 4000 થી વધુ રન બનાવનાર ચોથો ઓપનર બન્યો.

કોહલીએ હવે ઓપનર તરીકે 4041 રન બનાવ્યો છે, હાલમાં તો K. L Rahul પણ તેની પાછળ છે. જેમના ઓપનર તરીકે 3965 રન છે.

RCBના ઓપનર વિરાટ કોહલીએ પણ 25 એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોહલીએ IPLની 10 સિઝનમાં 400 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો, એટલે કે સૌથી વધુ.

આ રીતે કોહલીએ ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાને પણ પાછળ છોડી દીધો છે. રૈનાએ IPL સિઝનમાં નવ વખત 400 રનનો આંકડો પાર કર્યો હતો.

જો કે, 25મી એપ્રિલે રમાયેલી મેચમાં બેંગલુરુ માટે કિંગ કોહલીએ 43 બોલમાં 51 રનની સૌથી વધુ ઇનિંગ રમી હતી. આ રીતે RCBએ 206/7નો સ્કોર કર્યો.

એન ચેઝ દરમિયાન, SRH 171 સુધી મર્યાદિત હતી. આ રીતે RCBએ મેચ 35 રને જીતી લીધી અને IPLમાં બીજી જીત નોંધાવી.

એન ચેઝ દરમિયાન, SRH 171 સુધી મર્યાદિત હતી. આ રીતે RCBએ મેચ 35 રને જીતી લીધી અને IPLમાં બીજી જીત નોંધાવી.