ઉનાળો શરૂ થતાની સાથે જ ફળોના રાજા કેરી બજારમાં દરેક જગ્યાએ દેખાવા લાગે છે.

પીળી, મીઠી અને રસદાર કેરીનો સ્વાદ બાળકોથી લઈ વૃદ્ધો સૌને ખૂબ જ ગમે છે.

પરંતુ કેરીની સિઝન પૂરી થયા પછી કેરીનો સ્વાદ ચાખવા ન મળતાં કેરી પ્રેમીઓ માટે તે મુશ્કેલ  બની જાય છે.

આવી સ્થિતિમાં અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે કેરીને લાંબા સમય સુધી સાચવી શકશો.

કેરીને કાપીને સંગ્રહિત કરવા માટે પાકેલી કેરીને છોલીને તેના મોટા ટુકડા કરી લો.

હવે આ ટુકડાઓ પર થોડી ખાંડ છાંટીને ફ્રીઝરમાં 2-3 કલાક માટે મૂકી દો.

આ પછી, આ કેરીના ટુકડાને એર કન્ટેનરમાં મુકો અને તેને સ્ટોરેજ માટે રેફ્રિજરેટરમાં રાખો.

આ હેકની મદદથી તમે 1 થી 2 મહિના સુધી પાકેલી કેરીનો આનંદ લઇ શકો છો.