મુન્નાભાઈની 'જાદુ કી ઝપ્પી' યાદ છે? જાણો 'હગ ડે' પાછળનું વિજ્ઞાન!
12મી ફેબ્રુઆરી એટલે 'હગ ડે. વેલેન્ટાઈન વીકનો સૌથી હૂંફાળો દિવસ.
હગ કરવું એટલે માત્ર ભેટવું નહીં, પણ આ એક પ્રકારની 'થેરપી' છે.
જ્યારે આપણે કોઈ ગમતી વ્યક્તિને ગળે લગાવીએ છીએ, ત્યારે આપણા શરીરમાં 'ઓક્સિટોસિન' નામનું હોર્મોન રિલીઝ થાય છે.
આ હોર્મોનને 'લવ હોર્મોન' અથવા 'કડલ હોર્મોન' પણ કહેવાય છે, જે સ્ટ્રેસ ઓછું કરે છે અને ડિપ્રેશન દૂર કરે છે.
મુન્નાભાઈ MBBS માં કહ્યું હતું ને કે - "જાદુ કી ઝપ્પી" મોટામાં મોટું દર્દ મિટાવી શકે છે! આ વાત મેડિકલ સાયન્સ પણ માને છે.
આલિંગન સામેવાળી વ્યક્તિને 'સુરક્ષા' અને પોતાનાપણું મહેસૂસ કરાવે છે. જ્યાં શબ્દો ખૂટી પડે, ત્યાં એક હગ બધું કહી દે છે.
તો આજે ખચકાયા વગર તમારા પ્રિયજનને એક જોરદાર 'HUG' જરૂર કરજો!