ખોરાક ખાધા પછી ઠંડી કેમ લાગે છે જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

ખોરાક ખાઘા બાદ ઠંડી લાગવી એ સામાન્ય બાબત છે આ વસ્તુ ખાસ કરીને શિયાળમાં અનુભવાય છે

ખોરાક ખાધા પછી, શરીરને તેને પચાવવા, શોષવા અને ચયાપચય માટે કામ કરવું પડે છે. આ પ્રકિયાને ખોરાકની થર્મિક અસર કહેવામાં આવે છે.

જ્યારે શરીરમાં ખોરાકના પાચનની પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે શરીરનો રક્ત પ્રવાહ પાચન તંત્ર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે ત્વચા અને બાહ્ય અવયવોમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે.

ત્વચા અને બાહ્ય અવયવોમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે શરીરનું બાહ્ય તાપમાન ઘટવા લાગે છે અને વ્યક્તિને ઠંડી લાગે છે.

ખોરાક ખાધા પછી ઠંડી લાગવી દરેક વ્યક્તિને થાય છે. આ પ્રક્રિયા સામાન્ય માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક રીતે ખોરાક ખાધા પછી ઠંડી લાગવી એ શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. પરંતુ જો તમને ખાધા પછી વધુ ઠંડી લાગે છે તો ડોકટરની સલાહ લો.

જમ્યા પછી સુગર લેવલ વધે છે અને કંટ્રોલ કરવા માટે ઈન્સ્યુલિન હોર્મોન રીલીઝ થાય છે. ઈન્સ્યુલિન શરીરમાં ઉર્જા વિતરણ અસર કરે છે, જેના કારણે ઠંડીનો અનુભવ થાય છે,