હેલ્મેટ એ આજના ખૂબ જ જરૂરી બની ગયું છે. બાઇક ચલાવતા લોકોના માથા પર અથવા ક્રિકેટ રમતા ખેલાડીઓના માથા પર હેલ્મેટ પહેરેલા હોય છે.

પરંતુ શું તમે કોલેજના સ્ટુડન્ટના માથા પર હેલ્મેટ પહેરેલુ જોયું છે?

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઝારખંડના જમશેદપુરનો છે, કોલ્હન યુનિવર્સિટીની વર્કર્સ કોલેજની ઇમારત એટલી જર્જરિત છે કે ઇમારતની ભાગ પડતો રહે છે.

આ બિલ્ડીંગ એટલી જૂની છે કે ગમે ત્યારે પડી શકે છે. અને આ જ કારણ છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને અભ્યાસ કરે છે.

કોલ્હન યુનિવર્સિટીની આ કોલેજની સ્થાપના લગભગ 65 વર્ષ પહેલા 1959માં થઈ હતી.

તે સમયે આ કોલેજ ઝારખંડની સારી કોલેજોમાં સામેલ હતી, પરંતુ વિકાસના અભાવે આ કોલેજ ઘણી પાછળ રહી ગઈ હતી.