ગરમીથી બચવા માટે લીંબુ પાણી કે નારિયેળ પાણી? 

નાળિયેર પાણી કુદરતી ઈલેક્ટ્રોલાઈટ્સ અને પોટેશિયમનો સૌથી મોટો સ્ત્રોત છે.

તે શરીરમાં પાણીની ઉણપ દૂર કરીને તરત જ હાઈડ્રેશન અને એનર્જી પૂરી પાડે છે.

લીંબુ પાણી વિટામિન-C થી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢીને પાચનતંત્રને ઠંડક અને આરામ આપે છે.

નાળિયેર પાણીમાં સોડિયમ ઓછું હોવાથી તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

જો તમે વધુ પડતા પરસેવાને કારણે થાક અનુભવો છો, તો નાળિયેર પાણી બેસ્ટ ઓપ્શન છે.

લીંબુ પાણી વજન ઘટાડવા અને ગરમીમાં તાજગી મેળવવા માટે એક સસ્તો અને સારો વિકલ્પ છે.

નિષ્ણાતો મુજબ, બંને પીણાં ગુણકારી છે, પણ વધુ હાઈડ્રેશન માટે નાળિયેર પાણી ઉત્તમ છે.

 આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.

Disclaimer: