ગરમી શરૂ થતાં જ ગળું તાજગી માંગવા લાગે છે. વ્યક્તિ કંઈક ઠંડુ અથવા રસદાર ખાવા કે પીવાની ઇચ્છા અનુભવવા લાગે છે.

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શરીરને વધુ પાણીની જરૂર થવા લાગે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને ઠંડક આપવા અને શરીરમાં પાણીની ઉણપની ભરપાઈ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે.

આ ઋતુમાં એવા ફળ પણ આવે છે જે શરીરમાં પાણીની કમી દૂર કરે છે.

સ્વાદની સાથે સાથે 'લીચી' શરીરમાં પાણીની કમી દૂર કરે છે અને શરીરને ડીહાઈડ્રેશનથી પણ બચાવે છે.

આ ફળ માત્ર 2 મહિના માટે જ મળે છે અને ગુણોથી ભરપૂર હોય છે.

આ ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. લીચીને પાણીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

તેમાં વિટામિન સી, વિટામિન બી6,  કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા મિનરલ્સ મળી આવે છે, જે આપણા શરીર અને પેટને ઠંડક આપે છે.

ઉનાળામાં તમારા શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે તમે તમારા આહારમાં લીચીનો સમાવેશ કરી શકો છો.