લોકસભા ચૂંટણી 2024 માટે 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ આ દિવસે મતદાન થઈ રહ્યું છે.

સવારથી જ મતદાન મથક પર સેલેબ્સનો જમાવડો જેવા મળી રહ્યો છે. તમામ સેલેબ્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ પોતાનો મત આપ્યો. પેપ્સ જ્યારે બન્નેને પોલિંગ બુથની બહાર જોયા કે તરત જ તેમને ઘેરી લીધા.

રણવીર આખો સમય તેની પત્નીનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. તે દીપિકાનું ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. અને દીપિકાનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો.

દીપિકાનું વોક પણ પહેલા કરતા એકદમ અલગ લાગતું હતું. તે ધીમે-ધીમે ચાલી રહી હતી. તે તેના બેબી બમ્પને પકડીને ભીડ વચ્ચે ચાલતી જોવા મળી હતી.

કારમાંથી નીચે ઉતર્યા બાદ રણવીરે દીપિકાને એક પરફેક્ટ પતિની જેમ બહાર આવવામાં મદદ કરી. પછી પત્નીનો હાથ પકડીને તે તેને મતદાન કેન્દ્ર પર લઈ ગયો.

પેપ્સ કપલને જોઈને એક્સાઇટેડ દેખાતા હતા. આ કપલ પણ હસતું જોવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે દીપિકા સેપ્ટમ્બરમાં માતા બનવા જઈ રહી છે. આ દીપિકા અને રણવીરનું પહેલું બાળક હશે.

સાથે જ્યારે દીપિકા આ દિવસોમાં કામમાંથી બ્રેક પર છે. ત્યારે રણવીર ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.