બોલીવુડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. બ્યુટી કવીન આજે 57 વર્ષની થઈ ગઈ છે.

માધુરી દીક્ષિતે પોતાના બોલીવુડ કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેની ફિલ્મો દેવદાસ, હમ આપકે હૈ કૌન, તેજાબ, દિલ તો પાગલ હૈ, હજુ પણ ચાહકોની પસંદ છે.

માધુરીની જોરદાર એક્ટિંગની સાથે દુનિયા તેના ડાન્સના પણ દિવાના છે. માધુરીએ તેની કરિયરમાં ઘણા આઇકોનિક ગીતો કર્યા છે, જે આજે પણ ચાહકોના ફેવરિટ છે.

માધુરીના લોકપ્રિય ગીતોમાંથી એક છે 1993માં આવેલી ફિલ્મ 'ખલનાયક'નું ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ'. 31 વર્ષ પછી પણ આ ગીતનો ક્રેઝ ચાલુ છે.

કરીના કપૂર અને તબ્બુની ફિલ્મ 'ક્રુ'માં 'ચોલી કે પીછે કયા હૈ' ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે અને ફરીથી આ ગીત ધૂમ મચાવી છે.

પરંતુ શું તમે જાણો છો કે માધુરી દીક્ષિતનું આ ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' કેવી રીતે શૂટ થયું હતું? થોડા વર્ષો પહેલા, માધુરીએ પોતે ગીતના શૂટિંગના BTS વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ પોતે સ્ટાર્સને ગીત પર ડાન્સ કરવાની તાલીમ આપી હતી. સુભાષ ઘાઈ પણ માધુરી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં દિવંગત પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાન પણ જોઈ શકાય છે. સરોજ ખાન માધુરીને ડાન્સ સ્ટેપ્સ અને એક્સપ્રેશન શીખવતી જોવા મળી હતી.

'ચોલી કે પીછે કયા હૈ' ગીતના મેકિંગ વિડિયોને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. 31 વર્ષ પછી આ ગીતને ફિલ્મ 'ક્રુ'માં ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યું છે અને આ વખતે પણ તેણે લોકોના દિલ જીતી લીધા.