લિફ્ટમાં અરીસા માત્ર સ્ટાઈલ માટે નહીં, પણ આ ખાસ કારણોસર હોય છે!

આપણે લિફ્ટમાં જઈએ એટલે તરત જ અરીસામાં જોઈને વાળ કે કપડાં સરખા કરવા લાગીએ છીએ. પણ શું તમને ખબર છે કે લિફ્ટમાં અરીસા મુકવા પાછળ એક મોટું મનોવિજ્ઞાન કામ કરે છે?

જ્યારે લિફ્ટની શોધ થઈ, ત્યારે લોકોની ફરિયાદ હતી કે લિફ્ટ બહુ ધીમી ચાલે છે અને અંદર ઊભા રહેવાનો કંટાળો આવે છે. તેમને લિફ્ટ ઉપર-નીચે જતી વખતે ગભરામણ પણ થતી હતી.

આ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરોએ એક યુક્તિ અજમાવી. તેમણે લિફ્ટની સ્પીડ વધારવાને બદલે અંદર અરીસા લગાવી દીધા.

અરીસા આવતા લોકો પોતાનો ચહેરો જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને સમયનો ખ્યાલ જ ન રહ્યો અને ધીમી લિફ્ટની ફરિયાદો બંધ થઈ ગઈ!

લિફ્ટ એક નાનું બંધ બોક્સ જેવી હોય છે. ઘણા લોકોને બંધ જગ્યામાં ગભરામણ થાય છે. અરીસા લગાવવાથી જગ્યા ડબલ દેખાય છે અને મોકળાશ લાગે છે, જેથી ડર નથી લાગતો.

સુરક્ષા માટે પણ આ જરૂરી છે. અરીસામાં તમે જોઈ શકો છો કે તમારી પાછળ કોણ ઊભું છે અને શું કરી રહ્યું છે. આનાથી ચોરી કે છેડતી જેવી ઘટનાઓ પર નજર રાખી શકાય છે.

જે લોકો વ્હીલચેર પર હોય છે, તેમને લિફ્ટમાંથી પાછા બહાર નીકળતી વખતે પાછળ જોવામાં અરીસો ખૂબ મદદરૂપ થાય છે.

એટલે હવે પછી લિફ્ટમાં અરીસો જુઓ તો યાદ રાખજો કે તે માત્ર મેકઅપ ચેક કરવા માટે નથી!