નતાશા સ્ટેનકોવિકે પોતાના નામથી ‘પંડ્યા’ સરનેમ કેમ હટાવી, તેને લઇને અફવાઓનું ઉડવા લાગી છે.

લોકોને લાગ્યું કે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની વચ્ચે કંઇક તો ગરબડ જરૂર ચાલી રહી છે.

કપલની પર્સનલ લાઇફને લઇને છેલ્લા કેટલાંક દિવસોમાં અફવાઓ ચાલી રહી છે.

આ અફવાઓ વચ્ચે એક્ટ્રેસ નતાશાએ પહેલીવાર પોતાની તસવીર સાથે એક પોસ્ટ શેર કરી છે. જે હવે વાયરલ થઇ રહી છે.

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવા જોર પકડી રહી છે. જો કે કપલે આ મામલે હજુ સુધી મૌન સેવી રાખ્યું છે.

પરંતુ હવે નતાશાએ આ સમાચારો વચ્ચે પહેલીવાર પોતાની એક મિરર સેલ્ફી શેર કરી છે.

લોકોનું ધ્યાન તસવીર કરતાં વધારે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા કેપ્શન પર જઇ રહ્યું છે. જે ક્યાંકને ક્યાંક પતિ સાથે અણબનાવ પર રિએક્શન હોય તેવું લાગી રહ્યું છે.

છૂટાછેડાના સમાચાર વચ્ચે પહેલીવાર તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો એક મિરર સેલ્ફી છે, જે તેણે લિફ્ટમાં લીધી છે. તસવીરમાં તે સ્માઇલ કરતી જોવા મળી રહી છે.

આ સાથે જ તેણે અન્ય એક તસવીર શેર કરી છે, જેમાં ભગવાન ઇશુ ખેતરમાં એક બાળક સાથે ફરતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરથી તે સ્પષ્ટ છે કે પોતાની પર્સનલ લાઇફ સવાલો વચ્ચે ઘેરાયા બાદ નતાશા ઇશ્વરને પ્રાર્થના કરી રહી છે.

તે આ પોસ્ટને શેર કરતાં કંઇ ન કહીને પણ ઘણું બધું કહી રહી છે. એક્ટ્રેસે ઇમોજી સાથે પોસ્ટ શેર કરી છે.

તેણે સફેદ કબૂતર, દિલ, ક્રોસનું નિશાન અને ચમત્કારવાળી ઇમોજી શેર કરી છે. આ બધા શાંતિ, પ્રેમ, પ્રાર્થના અને ચમત્કારના સિંબલ છે.