'પુષ્પાઃ ધ રૂલ' આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે.

હવે દરેક લોકો શ્રીવલ્લી ઉર્ફે રશ્મિકા મંદાના અને પુષ્પરાજ (અલ્લુ અર્જુન)ના બીજા ગીતની રાહ જોઈ રહ્યા છે, જે 29મી મેના રોજ રિલીઝ થઈ રહ્યું છે.

એક તરફ લોકો જયારે ફિલ્મના બીજા ગીતની રાહ જોઈ રહ્યા છે. ત્યારે  પુષ્પ 2ની તસવીરમાં એક મોટી એન્ટ્રી થઈ છે.

હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર અઢી મહિના બાકી છે.ત્યારે 'પુષ્પાઃ ધ રાઇઝ'ની જેમ આ વખતે પણ એક મોટું આઈટમ સોંગ થવાનું છે.

જો કે આ વખતે સમંથા રૂથ પ્રભુ ફિલ્મમાં નથી. શરૂઆતથી જ, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે દિશા પટણી બીજા ભાગમાં આ ખાસ ગીત પરફોર્મ કરતી જોવા મળશે.

ફિલ્મની રિલીઝ પહેલા જ ડિરેક્ટર સુકુમાર કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં એક આઈટમ નંબર માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે.

આ માટે ઘણી અભિનેત્રીઓના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ દરમિયાન, જાણવા મળ્યું કે નિર્માતાઓએ આઇટમ નંબર માટે 'એનિમલ'ની ભાભી 2 ઉર્ફે તૃપ્તિ ડિમરીને લોક કરી દીધી છે.