ક્યારેક ફેશનને જોઇને કે પછી ક્યારેક માર્કેટિંગની જાળમાં ફસાઇને, આજકાલ આપણે આપણા ઘરોમાં ઘણી ફેન્સી વસ્તુઓ રાખીએ છીએ.

પરંતુ આજે અમે તમને ઘરમાં વર્ષોથી જગ્યા બનાવી ચુકેલી આવી જ 3 વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જે કોઇ ઝેરથી ઓછી નથી....

પાછલા કેટલાંક સમયમાં સેંટેડ કેન્ડલ્સ લક્ઝરી અને ફેશનનું નવું સ્ટેટમેન્ટ બની ગઇ છે.

સેંટેડ કેન્ડલ્સ

તમારા ઘરને પણ ખુશ્બુદાર બનાવવા માટે તમે ઘણીવાર તમારા ઘરમાં સેંટેડ કેન્ડલ્સનો ઉપયોગ કરી લેતા હશો. પરંતુ તેને તમારે તરત જ તમારા ઘરની બહાર ફેંકી દેવી જોઇએ. સેંટેડ કેન્ડલ્સની અંદર થેલેટ્સ હોય છે. 

પ્લાસ્ટિક કટિંગ બોર્ડ

જો તમે પ્લાસ્ટિકના બોર્ડનો ઉપયોગ કરો છો, તે સમયની સાથે ખરાબ થવા લાગે છે. જ્યારે પણ તમે પ્લાસ્ટિકના કટિંગ બોર્ડનો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં ભોજનની સાથે-સાથે માઇક્રોપ્લાસ્ટિક પહોંચે છે.

નોન-સ્ટિક પેન

સમયની સાથે આ નોન-સ્ટિક પેનમાં સ્ક્રેચ પડી જાય છે અથવા તો તે ખરાબ થઇ જાય છે. ખરાબ પેન્સમાં PFA હોય છે, જેનો સંબંધ હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સાથે હોય છે.