ત્વચાને નુકસાન પહોંચાડતી ભૂલો ક્યારેય ના કરશો નહિતર....
ગમે તેટલા થાકેલા હોવ, પણ રાત્રે મેકઅપ ઉતાર્યા વગર ક્યારેય ન સૂવું જોઈએ.
દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન ન લગાવવું એ મોટી ભૂલ છે.
ચહેરા પર વારંવાર હાથ લગાવવાથી બેક્ટેરિયા ફેલાય છે અને ખીલની સમસ્યા વધે છે.
ગરમ પાણીથી મોઢું ધોવાથી ત્વચાનું કુદરતી તેલ છીનવાઈ જાય છે અને તે શુષ્ક બને છે.
તમારી સ્કીન ટાઈપ જાણ્યા વગર કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ.
ત્વચાને જરૂર કરતા વધારે એક્સફોલિએટ (સ્ક્રબ) કરવાથી રેશિસ અને બળતરા થઈ શકે છે.
પૂરતું પાણી ન પીવાથી ત્વચા ડિહાઇડ્રેટ થાય છે અને તે નિસ્તેજ દેખાવા લાગે છે.
ઉંઘ પૂરી ન થવાને કારણે ડાર્ક સર્કલ અને ત્વચા પર વહેલી કરચલીઓ આવી શકે છે.