ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવું એ દરેક એથ્લેટનું સપનું હોય છે. સામાન્ય માન્યતા એવી છે કે ગોલ્ડ મેડલ સંપૂર્ણ રીતે સોનાથી બનેલો હોય છે, પરંતુ એવું નથી.

આ વખતે ઓલિમ્પિકમાં ખેલાડીઓને 529 ગ્રામ વજનના ગોલ્ડ મેડલ આપવામાં આવવાના  છે. તમને જણાવી દઈએ કે લગભગ 95.4% ગોલ્ડ મેડલ વાસ્તવમાં ચાંદીથી બનેલો હોય છે.

તેમાં 6 ગ્રામ શુદ્ધ સોનુ અને 18 ગ્રામ આયર્ન હોય છે. તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવેલા ગોલ્ડ મેડલની કિંમત 950 ડોલર એટલે ભારતીય રૂપિયામાં અંદાજે 80 હજાર રૂપિયા હોય છે.

ફોર્બ્સ અનુસાર, જો ગોલ્ડ મેડલ શુદ્ધ સોનાનો બનેલો હોટ તો તેની કિંમત અંદાજે 41,161.50 ડોલર હોત (અંદાજે 34.46 લાખ રૂપિયા). તેથી જ છેલ્લો શુદ્ધ સુવર્ણ મેડલ 1912માં આપવામાં આવ્યો હતો.

સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ હોય છે, જેમાં 507 ગ્રામ ચાંદી અને 18 ગ્રામ આયર્ન હોય છે. તેની કિંમત અંદાજે 486 ડોલર એટલે અંદાજે 41 હજાર રૂપિયા છે.

બ્રોન્ઝ મેડલનું વજન 455 ગ્રામ હોય છે. તેમાં 415.15 ગ્રામ કૉપર, 21.85 ગ્રામ ઝીંક અને 18 ગ્રામ આયર્ન હોય છે. તેની કિંમત 13 ડોલર એટલે ભારતીય મુદ્રામાં લગભગ 1100 રૂપિયા હોય છે.

પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવતા દરેક મેડલમાં ઓફિલ ટાવરના લોખંડના ટુકડાઓ જડેલા હોય છે. 20મી સદીમાં એફિલ ટાવરના પુનઃસંગ્રહ દરમિયાન, આ ટુકડાઓ મૂળ ટાવરમાંથી દૂર કરીને સાચવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે LVMH જવેલરી હાઉસ, ચૌમેટે મેડલને ડિઝાઇન કર્યા છે. મેડલને ષટકોણ આકાર આપવામાં આવ્યો છે, જેના 6 પોઇન્ટ ફ્રાન્સના નકશાને દર્શાવે છે.

આ પહેલીવાર છે જ્યારે કોઈ ઝવેરીએ ઓલિમ્પિક માટે મેડલ ડિઝાઇન કર્યા છે.