ગણેશ ચતુર્થી તહેવારનું આગમન થઈ રહ્યું છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.  આ તહેવારની ઉજવણી 10 દિવસ સુધી ચાલે છે.

દરમિયાન વિધિ-વિધાનથી  ભગવાન ગણેશનું પૂજન કરાય છે.  આ ઉપરાંત તેમને વિવિધ પ્રકારના પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને તેમનું મનપસંદ ભોજન અર્પણ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ ભગવાન ગણેશને પ્રિય પ્રસાદ કયો છે?

મોદક ભગવાન ગણેશને સૌથી પ્રિય છે, તેથી તેને ચોક્કસપણે અર્પણ કરો.

ગણેશજીને બુંદીના લાડુ પણ ખૂબ પસંદ છે. તો બાપ્પાને બુંદીના લાડુ ચોક્કસ ચઢાવો.

ગણપતિને નારિયેળ ચઢાવવાનું ભૂલશો નહીં. નારિયેળ ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ભગવાન ગણેશને ચુરમાના લાડુ પણ  વિશેષ પ્રિય છે. કેટલાક ઘરોમાં  ગણેશ ચતુર્થી પર ચુરમાના લાડુ બનાવવાની પરંપરા છે.

તમારા જીવનમાં હંમેશા મધુરતા અને ખુશહાલી રહે માટે ગણેશ ચતુર્થી પર પૂજા વિધિ બાદ પ્રસાદ ચઢાવવાનું ભૂલશો નહી.

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાની વિદાય સાથે સમાપ્ત થાય છે.