મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:04 થી બપોરે 1:34 સુધીનો રહેશે. જયારે અભિજીત મુહૂર્ત સવારે 11:54 થી 12:44 સુધી છે. અને રવિ યોગ સવારે 06:02 થી 12:34 તેમજ બ્રહ્મ યોગ સવારથી 11:17 સુધી છે.
ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે. ગણેશને વિઘ્નહર્તા પણ કહે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા પણ ભગવાન ગણેશની આરાધના કરવાનું માહાત્મ્ય છે.