આ 10 બાબતો પદ્મ એવોર્ડ સાથે જોડાયેલી છે, જે જાણવી જરૂરી છે......

નાગરિક પુરસ્કાર

પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેની જાહેરાત 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે.

તે ક્યારે શરૂ થયું?

પદ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. આ પુરસ્કારો 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે… પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી.

નામ ક્યારે મળ્યું?

8 જાન્યુઆરી 1955ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડીને તેનુ નામ રાખવામાં આવ્યું હતું.

શા માટે એવોર્ડ આપવા આવે છે?

'પદ્મ વીભૂષણ' અસાધારણ અને વિશેષ સેવા માટે આપવામાં આવે છે, 'પદ્મ ભૂષણ' ઉચ્ચ શ્રેણીની વિશેષ સેવા માટે અને 'પદ્મશ્રી' વિશેષ સેવા માટે આપવામાં આવે છે.

કોણ નક્કી કરે છે?

પદ્મ પુરસ્કાર સમિતિ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામોને અંતિમ સ્વરૂપ આપે છે અને સમિતિના સભ્યોની નિમણૂક વડાપ્રધાન કરે છે.

સભ્યો કોણ છે?

પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે. એના સિવાય ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને અન્ય 4 થી 6 સમ્માનિત સદસ્ય બેસે છે.

પ્રક્રિયા શું છે?

લોકોને નામાંકન માટે પૂછવામાં આવે છે અને સ્વયં નામાંકન પણ કરી શકાય છે, જેને દર વર્ષે 1 મે થી 15મી સપ્ટેમ્બરની વચ્ચે આમંત્રિત કરવામાં આવે છે.

વિજેતા કેવી રીતે પસંદ થાય છે?

વિજેતાને પસંદ કરીને સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. વિજેતાઓને આ પુરસ્કાર તેમની સિદ્ધિઓ અને સામાજિક વિકાસમાં યોગદાનના આધારે આપવામાં આવે છે.

એવોર્ડ કોને આપવામાં નથી આવતો?

પબ્લિક ક્ષેત્રમાં કામ કરતા સરકારી કર્મચારીઓ (ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય) પદ્મ પુરસ્કારો માટે પાત્ર નથી.