સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વના સૌથી ખુશ દેશોની યાદી જાહેર કરી. જેમાં 146 દેશોનો સમાવેશ થાય છે.

વિશ્વના 150થી વધુ દેશોની યાદીમાં, ફિનલેન્ડ હેપી ઇન્ડેક્સમાં ટોચ પર છે.

તમને જણાવી દઈએ કે હેપી દેશોની રેન્કિંગ માટે ત્યાં રહેતા લોકોના જીવન સંતુષ્ટિને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સિવાય જીડીપી, આર્થિક સ્થિતિ, લોકોનો પરસ્પર સહયોગ, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા અને  ભ્રષ્ટાચાર જેવા પરિબળો દ્વારા હેપીનેસનું રેન્કિંગ નક્કી કરવામાં આવે છે.

તમે જાણીને ચોંકી જશો પરંતુ આપણે ભારતીયો ખુશ રહેવાની બાબતમાં ઘણા પાછળ છીએ. આ રિપોર્ટ અનુસાર 143 દેશોમાં ભારતનું રેન્કિંગ 126 છે.

જ્યારે ખુશ દેશોની યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાનનું રેન્કિંગ ભારત કરતા ઘણા સારું છે. પાકિસ્તાન 108માં સ્થાને છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાને ખુશ દેશોની યાદીમાં ભારતને પાછળ છોડી દીધું છે. 30 વર્ષથી ઓછી વયની વસ્તીના હેપીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન 107માં સ્થાને છે જ્યારે ભારત 127માં સ્થાને છે.

તેવી જ રીતે, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોની ખુશીની યાદીમાં ડેનમાર્ક પ્રથમ છે, પાકિસ્તામ 112માં, બાંગ્લાદેશ 120માં અને ભારત 121માં ક્રમે છે. એટલે કે અહીં પાકિસ્તાન ભારત કરતા ઘણા આગળ છે.

ફિનલેન્ડ સતત સાતમા વર્ષે વિશ્વના સૌથી ખુશ દેશનો ખિતાબ જીત્યો છે અને હેપી દેશોની રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી નીચે છે.

એવું માનવામાં આવે છે કે વૃદ્ધોની વસ્તી માત્ર ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વધુ ખુશ છે, જ્યારે ભારતમાં, વૃદ્ધ પુરુષો જીવનથી વધુ સંતુષ્ટ છે. વૃદ્ધ ભારતીય મહિલાઓ પુરુષો કરતા ઓછી ખુશ છે.

ભારતમાં, શિક્ષણ અને જાતિ પણ સુખના પરિબળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા શિક્ષિત લોકો અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવતા લોકો જીવન અને તેમની પરિસ્થિતિથી ઓછા ખુશ હોવાનું જણાવ્યું હતું.

જો આપણે 30 વર્ષથી ઓછી ઉંમરના સુખી લોકોની વાત કરીએ તો આ યાદીમાં લિથુઆનિયા, ઇઝરાયેલ, આઇસલેન્ડ અને ડેનમાર્કનો સમાવેશ ટોચના દેશોમાં થાય છે. જ્યારે ફિનલેન્ડ સાતમા નંબર પર છે અને સુખની દૃષ્ટિએ ભારતની યુવા વસ્તી 127માં સ્થાને છે.

આ રિસેર્ચમાં જોવામાં આવેલી બીજા બાબત એ હતી કે દુનિયાભરમાં લગભગ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો કરતા ઓછી ખુશ જોવા મળી હતી.