સેટિંગ્સ ઓન કરો

આપણે સ્માર્ટફોનની પ્રાઈવેસી અને સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ, પરંતુ જો ફોન ચોરાઈ જાય, તો તમારા સિમ સાથે છેતરપિંડી અટકાવવા તુરંત જ આ સેટિંગ્સ કરો.

સિમનો દુરુપયોગ

મોટે ભાગે ચોર ફોન ચોરી કર્યા બાદ સિમ ફેંકી દે છે, પરંતુ ઘણી વખત છેતરપિંડી કરનારાઓ તમારા સિમનો દુરુપયોગ કરી શકે છે.

ફોનનાં સેટિંગ્સ

આ માટે તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી, ફક્ત તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.

સિમ લોક ફીચર

ફોનના સેટિંગમાં ગયા બાદ સિમ લોક ટાઈપ કરીને સર્ચ કરો અને નીચે આવતા ઓપ્શન પર ક્લિક કરો.

પિન જનરેટ કરો

અહીં સિમ લોક વિકલ્પ પર જાઓ અને તેને ઈનેબલ કરો, હવે અહીં તમને સિમ લોક માટે પિન જનરેટ કરવાનું કહેવામાં આવશે.

સિમ લોક

અહીં કોઈપણ પોતાની ઈચ્છા મુજબ પિન જનરેટ કરી શકે છે, આ પછી જ્યારે પણ કોઈ તમારા સિમ સાથે છેડછાડ કરશે તો તેને પિન દાખલ કરવા માટે કહેવામાં આવશે.

સિમ બંધ કરો

આ ટ્રિકથી કોઈ તમારા નંબરથી છેતરપિંડી કરી શકશે નહીં, જો ફોન ચોરાઈ જાય તો સૌથી પહેલા સિમ સ્વીચ ઓફ કરો.