હાલ ગુજરાતમાં ચારેકોર વરસાદી માહોલ જોવા મળે છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વાતાવરણમાં ઠંડક ફેલાવી દે છે. ચોમાસું વાતાવરણમાં સુંદરતા અને આનંદ પાથરી દે છે.

ગુજરાતમાં પણ ચોમાસામાં આવી સુંદરતા જોવા મળે છે. અહીં અમે તમને બતાવીશું એવા સ્થળો વિશે, જ્યાં એક વખત તણાવ દૂર કરવા અવશ્ય જવાય.

વિલ્સન હિલ્સ

વિલ્સન હિલ્સ ધરમપુરની નજીક; વલસાડમાં પ્રકૃતિની નજીક રહેવા માટે આદર્શ સ્થળ છે. પંગરબારી વન્યજીવ અભયારણ્યની બાજુમાં ભારે જંગલવાળા વિસ્તારમાં આવેલું હોવાથી, અહીંનું વાતાવરણ આકર્ષક બને છે. 

અહીંનું વાતાવરણ આકર્ષક બને છે. વિલ્સન હિલ્સ આકર્ષક ખીણો, સુંદર સરોવરો અને ધુમ્મસવાળા વાદળો જોવા મળશે. અહીં વિલ્સન હિલ્સ મ્યુઝિયમ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, બિલપુડી ટ્વિન વોટરફોલ્સ, માર્બલ ચત્રી પોઈન્ટ, ઓઝોન ખીણ જોઈ શકાય છે.

સાપુતારા

સાપુતારા એટલે આકર્ષક મનોહર સરોવર, લીલીછમ ટેકરીઓ અને ધોધનું વર્ણન કરવા માટે તો શબ્દો પણ ખૂટી પડે. સાપુતારામાં આખું વર્ષ આહ્લાદક વાતાવરણ રહે છે અને તે કુદરતી સૌંદર્ય અને જૈવવિવિધતાથી સંપન્ન છે.

પહાડોમાં વસેલું સાપુતારા જંગલોને કારણે પણ ટ્રેકર્સ માટે ઉત્તમ સ્થળ છે. બોટિંગ સુવિધાઓ, સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન અને લેકગાર્ડન, પુષ્પક રોપ વે, વાંસદા નેશનલ પાર્ક વગેરે જોઈ શકાય છે.

ડોન હિલ

ડોન હિલ સ્ટેશનથી સાપુતારા લગભગ 50 કિલોમીટર દૂર છે. જો તમે સાપુતારાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ડોન હિલ્સ પર ફરવા જઈ શકાય છે. આ હિલ સ્ટેશન હાઇકર્સ અને પર્યાવરણપ્રેમીઓ માટેની પહેલી પસંદ બન્યું છે. સાઇકલ સવારો અને હાઇકર્સ માટે લોકપ્રિય સ્થળ છે.

ફોટોગ્રાફરો અહીં સ્વચ્છ આકાશમાં ફોટા પાડી આનંદનો સમય પસાર કરી શકે છે. મહેલ ઈકો કેમ્પસાઈટ, માયાદેવી ધોધ, પાંડવ ગુફાઓ, ગીરા ધોધ