સનાતન ધર્મમાં, નવી વસ્તુઓ ખરીદ્યા પછી, પરિવારના સભ્યો તેમની પૂજા કરે છે. જેથી સકારાત્મકતાનો સંચાર થાય.

ઉદાહરણ તરીકે, નવી કાર અથવા બાઇક, ફ્રીજ, AC વેગેરે ખરીદ્યા પછી, તેના પર સ્વસ્તિક અથવા ઓમ જેવા શુભ પ્રતીકો બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.

પરંતુ ઘરમાં દરેક નવી વસ્તુ સાથે આવું કરવું યોગ્ય છે?

Well, વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે આ અંગે વિસ્તૃત માહિતી આપી છે....

પ્રેમાનંદજી કહે છે કે, 'ઘરે લાવેલી ગાડીઓ કે નવી વસ્તુઓ પર શુભ ચિન્હ લગાવવું અને તેની પૂજા કરવી એ સારી વાત છે.

આનાથી લોકોના મનમાં ભગવાન પ્રત્યે છુપાયેલી ભાવનાઓ છતી થાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.....

તમે વાહન પર શુભ ચિન્હ બનાવી શકો છો પરંતુ ભૂલથી પણ વાહન પર ભગવાનનું નામ ન લખવું જોઈએ.

કારણ કે કાર પર ભગવાનનું નામ લખ્યા પછી, જ્યારે આપણે તેને ધોઇએ છીએ, ત્યારે ભગવાનનું નામ પર પડતાં પાણી સીધું આપણા પગ પર પડે છે.

તે જ સમયે, કેટલાક લોકો બાઇકની પાછળ ભગવાનનું નામ લખે છે અને તેના પર બેસતી વખતે જુતાની સાથે તમારો પગ ભગવાનના નામ ઉપરથી પસાર થાય છે જે ખોટું છે.