અલ્લુ અર્જુન 'પુષ્પા 2'નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે અને દિગ્દર્શક સુકુમાર થિયેટરોમાં મોટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે.

જોકે આ ફિલ્મને એકદમ સિક્રેટ રાખવામાં આવી છે.

અહેવાલમાં જાણવા મળ્યું છે કે 6 મિનિટના દ્રશ્યને શૂટ કરવા માટે નિર્માતાઓએ લગભગ 60 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને આ દ્રશ્યને પૂર્ણ કરવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો.

આ દરમિયાન એવા પણ સમાચાર છે કે પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મે પહેલાથી જ વિશ્વવ્યાપી મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી-સીરીઝને રૂ. 60 કરોડમાં વેચી દીધા છે.

દરમિયાન, એવા સમાચાર છે કે નેટફ્લિક્સે 100 કરોડ રૂપિયા ચૂકવીને ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો ખરીદ્યા છે.

સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર પહેલું ટીઝર રિલીઝ કર્યું.