બોલિવૂડ હિરોઈન પણ જેની સામે પાણી ભરે, એવી સુંદર છે ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી!

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગા મારતા ઋષભ પંત રિયલ લાઈફમાં કોની સામે 'ક્લીન બોલ્ડ' થયા છે, તે તમે જાણો છો?

આ સુંદરીનું નામ છે ઈશા નેગી. ઈશા દેખાવમાં એટલી ગ્લેમરસ અને સ્ટાઈલિશ છે કે તે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી કમ નથી લાગતી.

ઈશા નેગી માત્ર સુંદર જ નથી, પણ સ્માર્ટ પણ છે. તે વ્યવસાયે એક એન્ટરપ્રેન્યોર અને ઈન્ટીરિયર ડેકોર ડિઝાઈનર છે. તે ઉત્તરાખંડના દેહરાદૂનની રહેવાસી છે.

2019માં ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર ઈશા સાથેનો ફોટો શેર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, "હું તને ખુશ રાખવા માંગુ છું કારણ કે તું જ મારી ખુશીનું કારણ છે."

ઈશા નેગી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેના ફોટા અને ફેશન સેન્સના લાખો દીવાના છે.

ઘણીવાર IPL મેચો દરમિયાન ઈશા સ્ટેડિયમમાં ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરતી જોવા મળે છે. ફેન્સ તેને પંતનું 'લેડી લક' માને છે.

બંનેની જોડી ફેન્સને ખૂબ પસંદ છે અને લોકો આતુરતાથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.