રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો અવકાશમાં 1000 દિવસ પૂરા કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

ઓલેગે અવકાશમાં કુલ 1000 દિવસ પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ પહેલા આ રેકોર્ડ રશિયન અવકાશયાત્રી ગેન્નાડી પડલકા નામે હતો.

તમને જણાવી દઈએ કે ગેન્નાડી પડલકા 879 દિવસ સુધી અંતરિક્ષમાં હતા.

ઓલેગે તેની પાંચમી અવકાશ યાત્રામાં અવકાશમાં 1000 દિવસ પૂરા કર્યા છે.

તેઓ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર પણ બન્યા છે.

તેમની છેલ્લી અવકાશ યાત્રા 15 સપ્ટેમ્બર 2023ના રોજ ઓર્બિટલ લેબોરેટરી એટલે કે પૃથ્વીની આસપાસ ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર થઈ હતી.

નિષ્ણાતોનું માનવું છે કે ઓલેગના પરત ફર્યા બાદ તપાસ બાદ બીજી ઘણી નવી બાબતો સામે આવશે.