બેક-ટૂ-બેક 10 ફ્લોપ ફિલ્મો આપી, છતાં પણ છે સુપરસ્ટાર!

90થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ સ્ટાર 10 સુપર ફ્લોપ ફિલ્મો આપી ચુક્યો છે.

તેમ છતાં તેનું સ્ટારડમ જરાંય ઓછું નથી થયું.

આ સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન નહીં પરંતુ સલમાન ખાન છે!

સલમાન ખાન પાછલા 35 વર્ષથી પોતાની ફિલ્મોથી ફેન્સને એન્ટરટેઇન કરી રહ્યો છે.

વર્ષ 1991થી 1994ની વચ્ચે સલમાન ખાનની એક પછી એક 10 ફિલ્મો ફ્લોપ થઈ.

'સૂર્યવંશી', 'જાગૃતિ', 'નિશ્ચય', 'અંદાઝ અપના અપના', થી 'સંગદિલ સનમ' જેવી ફિલ્મો સામેલ હતી.

'ભાઈજાન'એ આ અસફળ ફિલ્મોને પોતાની સફળતાનું સૂત્ર બનાવ્યું.

તે પછી તેણે સતત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.

આજે લોકો તેને બોક્સ ઓફિસનો 'સુલતાન' કહે છે.