વેબ સિરીઝ 'હીરામંડી'ના આ ગીતનું નામ 'સકલ બન' છે.

સિરીઝમાં આ ગીત ત્યારે આવે છે જ્યારે ગણિકાઓ વસંતની ઉજવણી કરે છે.

'હીરામંડી'નું આ ગીત કોઈ આજના ગીતકારે નથી લખ્યું છે.

પરંતુ ઘણા પરંપરાગત ગાયકો વર્ષોથી આ ગીત ગાતા આવ્યા છે.

વાસ્તવમાં, ગીતનું નામ 'સકલ બન' છે અને તે 13મી સાદીમાં લખવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ ગીત કવિ અને સૂફી ગાયક 'આમિર ખુસરોએ' લખ્યું હતું.

આમિર ખુસરો, 'નિઝામુદ્દીન ઓલિયા'ના આધ્યાત્મિક શિષ્ય હતા.

અને 800 વર્ષ પહેલાં લખાયેલું આ ગીત વાસ્તવમાં વસંત ઋતુમાં ગવાય છે.

'રાગ બહાર' પર આધારિત આ ગીત વસંતની સુંદરતા જણાવે છે.