આ એક એવી શાકભાજી છે જેને ‘સ્વીટ કારેલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે તેને  વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજી પણ માનવામાં આવે છે.

વાસ્તવમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજી વરસાદની મોસમમાં વધુ ખાવામાં આવે છે.

આ દિવસોમાં બજારમાં ચોમાસામાં ઉપલબ્ધ કંકોડા અથવા કંટોલાની માગ છે. આજકાલ આ શાકભાજી રૂ. 200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, છતાં પણ લોકો તેને ખરીદવાનું પસંદ કરે છે.

કંકોડા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં રહેલા લ્યુટીન જેવા કેરોટોનાઈડ્સ આંખના રોગ, હૃદય રોગ અને કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોવાની સાથે સાથે તે વિવિધ રોગોથી બચવામાં પણ મદદરૂપ છે.